Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા સરપંચ એસો. દ્વારા તલાટી-કમ-મંત્રીના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માગ

જામનગર જિલ્લા સરપંચ એસો. દ્વારા તલાટી-કમ-મંત્રીના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માગ

જિલ્લા પંચાયત મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત

- Advertisement -

તલાટી-કમ-મંત્રીના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતેથી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, ગ્રામ્ય કક્ષાએ કામ કરતાં તલાટી-કમ-મંત્રીના પડતર પ્રશ્નો અંગે એક વર્ષ પૂર્વે પણ રજૂઆત કરવામાં આવી હતી અને તલાટી મંત્રી મંડળ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તે સમયે નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના આશ્ર્વાસનથી આંદોલન મોકુફ રાખ્યું હતું. જેને કારણે તે સમયે 4 થી 5 દિવસ સુધી તલાટી મંત્રીની ગ્રામ્ય લેવલની કામગીરી ઠપ્પ થઇ હતી અને ગ્રામજનોના પ્રશ્ર્નો તથા સરપંચો દ્વારા કરવાના થતાં વિકાસના કામો ખોરંભાય ગયા હતાં.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા ઇ-ગ્રામ યોજના અંતર્ગત તમામ કામગીરી ગ્રામ પંચાયતને સોપવામાં આવી હોય, જેમાં પણ તલાટી-કમ-મંત્રીની કામગીરી ખૂબ જ આવશ્યક છે. આવનાર દિવસોમાં સરપંચની તથા વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી હોય. બાકી રહેલા વિકાસના કામો કરવાના હોય અને ગ્રામજનોના અનેક કામોમાં તલાટી-કમ-મંત્રી વગર સંભવ નથી. રાજ્યના તમામ તલાટી-કમ-મંત્રી દ્વારા ત્રીજી વખત હડતાલ ઉપર હોય, તેમ છતાં ડિઝાસ્ટરની કામગીરી, લમ્પિ વાયરસ તથા રાષ્ટ્રીય તહેવારની કામગીરીમાં તત્પરતા દાખવી છે. આથી આ તમામ બાબતોને ધ્યાને લઇ વહેલી તકે યોગ્ય નિરાકરણ કરવા જામનગર જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ મહેશભાઇ આહિર સહિતના સરપંચો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તલાટી-કમ-મંત્રીઓની હડતાલને ટેકો પણ જાહેર કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular