જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મોહનનગરમાં રહેતાં યુવકે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગરમાં મોહનનગરના ઢાળિયા પાસે આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતાં સાગર શશીકાંતભાઈ ટીલાવત (ઉ.વ.22) નામના બાવાજી યુવકે રવિવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા શશીકાંતભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાંતણિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અને મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની વિગતો મેળવવા તપાસ આરંભી હતી.