જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતો શખ્સ તેના મકાનમાંથી બહારથી માણસો બોલાવી જૂગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે રેઈડ દરમિયાન રૂા.1.32 લાખની રોકડ, આઠ મોબાઇલ, એક બાઇક મળી કુલ રૂા.1.88 લાખના મુદ્દામાલ સાથે આઠ શખ્સોને ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના મેટીયા ગામમાંથી ચાર મહિલા સહિત 10 શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.72800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરના નવાગામ ઘેડમાં છ શખ્સોને પોલીસે જૂગાર રમતા પકડી પાડયા હતાં. કાલાવડ તાલુકાના ટોડા ગામમાં પોલીસે જૂગાર રમતા 10 શખ્સોને ઝડપી લઇ મોબાઇલ સહિત રૂા. 10,860 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના મફતિયાપરામાં જૂગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાંથી પોલીસે જૂગાર રમતા આઠ મહિલાઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતો બાબુ રાજા સોઢીયા નામનો શખસ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.કે. ગોહિલ તથા સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન બાબુ રાજા સોઢીયા, જગદીશ નાગજી વાઘેલા, અબ્બાસ મુસા મોગલ, વિનોદગીરી તુલસીગીરી ગોસ્વામી, કિશોર કુંવરજી પાડલિયા, ભરત મોહન જીવાણી, કિશોર રૂગનાથ જીવાણી, પ્રકાશ મહાદેવ ઘોડાસરા નામના આઠ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.1,32,200 ની રોકડ રકમ, રૂા.31,000 ની કિંમતના આઠ નંગ મોબાઇલ તથા રૂા.25,000 ની કિંમતનું બાઇક સહિત કુલ રૂા.1,88,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ તાલુકાના મેટીયા ગામમાં વાડીએ જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જયદિપસિંહ હરદેવસિંહ જાડેજા, રાજુ છગન રાંક, અમીત નટવરલાલ જોષી, મુન્ના વેરશી જેજરિયા, અમીન ગફાર ઘાંચી, કલ્પેશગીરી અમૃતગીરી ગોસ્વામી અને ચાર મહિલા સહિત 10 શખ્સોને રૂા.62,800 ની રોકડ રકમ, રૂા.10,000 ની કિંમતના બે મોબાઇલ અને ગંજીપના મળી કુલ રૂા.72,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના નવાગામ ઘેડમાં મધુવન સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમાતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન રાજેશ પ્રવિણ બોરીચા, રાહુલ મુકેશ રાઠોડ, વિપુલ લલીત કાનાબાર, ધર્મેશ રમેશ પરમાર, મયુર કિશન પરમાર, જીગ્નેશ હરીશ બારડ નામના છ શખ્સોને રૂા.13350 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ તાલુકાના ટોડા ગામમાં બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમી રહેલા ધર્મેન્દ્રસિંહ નીરૂભા જાડેજા, હરપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, હસમુખ આંબારામ મેણીયા, ભીમદેવસિંહ પોપટસિંહ જાડેજા, જયદેવસિંહ મહિપતસિંહ જાડેજા, કિર્તીરાજસિંહ ભૂપતસિંહ જાડેજા, રાજદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ રણજીતસિંહ જાડેજા, શકિતસિંહ પોપટસિંહ જાડેજા, જયરાજસિંહ કલ્યાણસિંહ જાડેજા નામના 10 શખ્સોને રૂા.10,360 ની રોકડ રકમ અને 500 ની કિંમતના મોબાઇલ તેમજ ગંજીપના સાથે ઝડપી લઇ કુલ રૂા.10,860 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડડ તાલુકાના મફતિયાપરામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા કરશન મયા બાંભવા, સંજય ગોકર બાંભવા, રતા મોતી સોલંકી, દિનેશ કરમણ બાંભવા, વશરામ કરણા બાંભવા, ભવાન નાથા બાંભવા નામના છ શખ્સોને રૂા.10620 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં કડિયાવાડ ધાણી વાડી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન આઠ મહિલાઓને રૂા.1400 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.