ચૂંટણીઓ સમયે વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા મતદારોને લલચાવવા માટે જે મોટા મોટા વચનો આપવામાં આવે છે તેને લઇને સુપ્રીમ કોર્ટે આકરૂં વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આકરી ટકોર કરતા કહ્યું છે કે આ રીતે ચૂંટણી પ્રચારમાં મફત રેવડી વહેચવાનો સિલસિલો એક ગંભીર આર્થિક સમસ્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે એક સંસ્થાની જરૂર છે. આ પ્રકારના લલચામણા વચનો પર નજર રાખવા માટે કમિટીની રચના કરવી જોઇએ કે કેમ તે મુદ્દે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પાસેથી પણ સલાહ માગી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા પણ સુપ્રીમ કોર્ટની આ દલીલો સાથે સહમતી વ્યક્ત કરવામાં આવી હતી. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં આ પ્રકારના લલચામણા વચનો આપીને મતદારોના મન પર વિકૃત અસર પાડવામાં આવી રહી છે. માટે તેના પર લગામ લગાવવી જરુરી છે. આ અંગે ચૂંટણી પંચ પણ વિચારણા કરીને કોઇ નિર્ણય લઇ શકે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણ, ન્યાયાધીશ કૃષ્ણ મુરારી અને ન્યાયાધીશ હિમા કોહલીની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટની આ બેંચે કહ્યું હતું કે ચૂંટણી પંચ, નાણા કમિશન,સત્તાધારી અને વિપક્ષ પાર્ટીઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓ પણ આ રેવડી કલ્ચરને કેવી રીતે અટકાવી શકાય તે અંગે સુપ્રીમ કોર્ટને સલાહ સુચનો મોકલી શકે છે. સુપ્રીમ કોર્ટે આ રેવડી કલ્ચર ખતમ કરવા માટે એક એક્સપર્ટ કમિટીની રચના અંગે સાત દિવસમાં આ સંસ્થાઓ અને રાજકીય પક્ષોને સલાહો આપવા કહ્યું છે. કેન્દ્ર સરકાર અને વિપક્ષ બન્ને દ્વારા રેવડી કલ્ચરને ખતમ કરવાની તરફેણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ પીઆઇએલમાં માગણી કરવામાં આવી છે કે ચૂંટણીઓ સમયે જો કોઇ રાજકીય પક્ષો દ્વારા જુઠા અને લલચામણા વચનો મતદારોને આપવામાં આવે તો આ પ્રકારના મફતની રેવડીના વચનો આપનારા પક્ષોના નિશાન સીઝ કરી દેવા જોઇએ. અને પક્ષનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવું જોઇએ.
સુપ્રીમ કોર્ટે સાથે એવી પણ ટકોર કરી કે કેન્દ્ર સરકાર આ રેવડી કલ્ચરને ખતમ કરવામાં સક્ષમ ન હોવાનું કહીને હાથ ઉંચા ન કરી શકે. સરકાર અને ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર દ્વારા પણ સુપ્રીમ કોર્ટની આ દલીલો સાથે સહમતી વ્યક્ત કરવામાં આવી હતી. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં આ પ્રકારના લલચામણા વચનો આપીને મતદારોના મન પર વિકૃત અસર પાડવામાં આવી રહી છે. માટે તેના પર લગામ લગાવવી જરુરી છે.
આ અંગે ચૂંટણી પંચ પણ વિચારણા કરીને કોઇ નિર્ણય લઇ શકે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણ, ન્યાયાધીશ કૃષ્ણ મુરારી અને ન્યાયાધીશ હિમા કોહલીની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટની આ બેંચે કહ્યું હતું કે ચૂંટણી પંચ, નાણા કમિશન,સત્તાધારી અને વિપક્ષ પાર્ટીઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓ પણ આ રેવડી કલ્ચરને કેવી રીતે અટકાવી શકાય તે અંગે સુપ્રીમ કોર્ટને સલાહ સુચનો મોકલી શકે છે. સુપ્રીમ કોર્ટે આ રેવડી કલ્ચર ખતમ કરવા માટે એક એક્સપર્ટ કમિટીની રચના અંગે સાત દિવસમાં આ સંસ્થાઓ અને રાજકીય પક્ષોને સલાહો આપવા કહ્યું છે. કેન્દ્ર સરકાર અને વિપક્ષ બન્ને દ્વારા રેવડી કલ્ચરને ખતમ કરવાની તરફેણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ પીઆઇએલમાં માગણી કરવામાં આવી છે કે ચૂંટણીઓ સમયે જો કોઇ રાજકીય પક્ષો દ્વારા જુઠા અને લલચામણા વચનો મતદારોને આપવામાં આવે તો આ પ્રકારના મફતની રેવડીના વચનો આપનારા પક્ષોના નિશાન સીઝ કરી દેવા જોઇએ. અને પક્ષનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવું જોઇએ. સુપ્રીમ કોર્ટે સાથે એવી પણ ટકોર કરી કે કેન્દ્ર સરકાર આ રેવડી કલ્ચરને ખતમ કરવામાં સક્ષમ ન હોવાનું કહીને હાથ ઉંચા ન કરી શકે. સરકાર અને ચૂંટણી પંચ બન્નેએ આ અંગે વિચારવું જોઇએ અને શું પગલા લઇ શકાય તે અંગે સલાહ સુચનો આપવા જોઇએ. જ્યારે આ મામલે દલિલો ચાલી રહી હતી ત્યારે ત્યાં હાજર કપિલ સિબ્બલને બેંચે સલાહ આપવા કહ્યું, જેના જવાબમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે રેવડી કલ્ચર ખતમ કરવા માટેના આ મામલાથી ચૂંટણી પંચને બહાર રાખવું જોઇએ, કેમ કે આ એક રાજકીય અને આર્થિક મુદ્દો છે. સાથે જ સંસદમાં આ અંગે ચર્ચા કરાવો તેવી પણ સલાહ સિબ્બલે આપી હતી. હવે આગામી સપ્તાહે આ અંગે વધુ સુનાવણી કરવામાં આવશે.