જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાંથી પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા ઝડપી લઈ લીધા હતાં. જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાંથી ત્રણ શખ્સો જૂગાર રમતા ઝડપાયા હતાં.
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન હેમરાજ કાનજી વાઢેર, મનસુખ કચરા સાપરિયા, અરવિંદ મગન રીંબડીયા, અમૃતલાલ કેશવ ફળદુ, વિનોદ જેરામ ભલસોડ પાંચ શખ્સોને રૂા.10,210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના દિ.પ્લોટ 53માં વાછરાડાડાના મંદર પાસે જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તીનપતિ રમતા ભરત પરસોતમ કટારમલ, પરસોતમ આસારિયા માવ, રામજી મનજી ચાંદ્રા નામના ત્રણ શખ્સોને રૂા.3710 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.