Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતઘાતક ટીબી: રાજ્યમાં પાંચ મહિનામાં 2675ના મોત

ઘાતક ટીબી: રાજ્યમાં પાંચ મહિનામાં 2675ના મોત

કોરોના કરતાં ત્રણ ગણાં મોત : સમગ્ર દેશમાં ટીબીથી થતાં મોતના મામલે ગુજરાત ત્રીજા સ્થાને

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં કોરોના કરતાં ટીબીની બિમારી વધારે ઘાતક પુરવાર થઇ રહી છે. જાન્યુઆરીથી મે એમ પાંચ મહિનામાં ગુજરાતમાં ટીબીથી 2675ના મૃત્યુ થયા છે. બીજી તરફ પાંચ મહિનાના આ સમયગાળામાં કોરોનાથી 825 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત પાંચ મહિનામાં 68 હજારથી વધુ વ્યક્તિ ટીબીનો ભોગ બન્યા છે. આમ, ટીબીના વધતા કેસે ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાંથી જાન્યુઆરી મે દરમિયાન 68718 ટીબીનો ભોગ બન્યા છે. આ સ્થિતિએ ટીબીથી મૃત્યુદર ચાર ટકાથી પણ વધારે છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ 13 હજારથી વધુ લોકો ટીબી થતા હોવાનું સામે આવ્યું છે.પાંચ મહિનામાં દેશના જે રાજ્યમાં ટીબીથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 6896 સાથે મોખરે, મહારાષ્ટ્ર 2845 સાથે બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ટીબીના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વર્ષ 2018થી મે 2022 સુધી ગુજરાતમાંથી કુલ 6.47 લાખથી વધુ લોકોને ટીબી થયો છે. જેના ઉપરથી જ ટીબીના વધી રહેલા વ્યાપનો અંદાજ મેળવી શકાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીબીના દર્દીઓમાં થઇ રહેલો વધારો ચિંતાજનક છે. પરંતુ ટીબીના દર્દીઓ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય અને જિલ્લામાં જ્યાં ટીબીના કેસ વધારે હોય તેને અનુરૃપ અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવી છે. ટીબીના દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવે છે. કો-મોર્બિડ વસતી વધુ હોય ત્યાં એક્ટિવ ટીબી કેસ શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઇ પણ વ્યક્તિને ટીબીના સ્ક્નીનિંગ કે સારવાર માટે વધુ દૂર જવું પડે નહીં તે પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ટીબી થયો હોય તેના પરિવારના સદસ્યોને પણ ચેપ લાગે નહીં માટે ખાસ દવા સહિતના પગલા લેવામાં આવે છે. લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાંથી 2020માં 18.05 લાખ જ્યારે 2021માં 21.35 લાખને ટીબી થયો હતો. એક્ટિવ કેસ શોધવા માટે લેવામાં આવી રહેલા પગલાં, આયુષમાન ભારત હેલ્થથી સેવા પૂરી પાડવાના કારણે કેસમાં વધારો નોંધાયો છે. વર્ષ 2020માં ટીબીથી 89823, વર્ષ 2021માં 76002ના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, ટીબીથી મૃત્યુદર 2020માં 3.9 ટકા હતો અને તે 2021માં વધીને 4.3 ટકા થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular