જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પૂર્વકૃષિ મંત્રી ચિમનભાઇ શાપરીયાના હસ્તે ટેકાના ભાવે મગની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે માર્કેિંટંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ કરશનભાઇ કરંગીયા, ડાયરેકટર જયસુખભાઇ વડાલીયા, કિશોરસિંહ જાડેજા, રાજુભાઇ કાલરીયા, સી.એમ. વાછાણી, જિલ્લા ભાજપ પૂર્વમહામંત્રી કેતનભાઇ કડીવાલ, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઇ રાબડીયા, શહેર ભાજપ પૂર્વપ્રમુખ ખુશાલ જાવીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.