Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ તાલુકામાં જેટકોના વીજપોલ બન્યા ખેડૂતો માટે આફત

કાલાવડ તાલુકામાં જેટકોના વીજપોલ બન્યા ખેડૂતો માટે આફત

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતોની માથે મોત ઝબુક્યું છે. જેમાં કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂતોના ખેતરોમાં જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ ધરાશયી થયો છે. છેલ્લા એક મહિનાથી આ વીજપોલ ધરાશયી થવા છતા એક પણ અધિકારી વીજપોલના રિપેરીંગ માટે આવ્યા નથી.

- Advertisement -

કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો ખેતરમાં જઇ શકતા નથી જેટકો કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઇ શકતા નથી. તથા વીજલાઇન ચાલુ હોવાને કારણે ખેડૂતો ન તો ખેતરમાં પાણી વાળવા જઇ શકતા કે ન તો દવાનો છં ટકાવ કે ન તો નિંદામણ કરવા જઈ શકતા નથી. ગત સપ્તાહે સારો વરસાદ થવાને કરણે ખેડૂતોને વાવેતરમાં ફાયદો થયો અને ત્યારબાદ વરાપ નીકળતા ખેતરમાં નિંદામણ, દવાનો છં ટકાવ સહિતની કામગીરી કરવાની હોય છે પરંતુ વીજલાઇન ત્યાંથી પસાર થતી હોવાથી અને વીજપોલ ધરાશયી થયો હોવાથી ખેડૂતો પોતાના ખેતર જઇ શકતા નથી.

જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ ધરાશયી જેટકો કંપનીની બેદરકારીને કારણે ખંડ્તો ચિતામાં મૂકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ગામના આગેવાનોએ કૃષિમંત્રી રાધવજીભાઇ પટેલને પણ રજુઆત કરી હતી. પણ તેમ છતાં પણ કોઈ અધિકારી આજ સુધી આવ્યો નથી. ખેડ્તોનું કહેવું છે કે હવે અધિકારીઓ અમારા કોન પણ રિસીવ નથી કરતા. જ્યારે અમારી ટીમે જેટકો કંપનીના અધિકારીના કોન્ટેક્ટ કયો તો તેને ઉડાવ જવાબ આપ્યા છે. આ વીજ વાયરને લીધે ખેડત કે તેના મજુરને કઇ થશે તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular