Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદના ચિરીપાલ ગ્રુપ પર આઇટીના દરોડા

અમદાવાદના ચિરીપાલ ગ્રુપ પર આઇટીના દરોડા

કુલ 35 થી 40 જગ્યા પર દરોડા પાડીને આઇટીએ તપાસ શરૂ કરી : ટેક્ષટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલું છે ગ્રુપ

- Advertisement -

અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં જાણિતા ચિરિપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે. ટેક્ષટાઇલ અને શિક્ષણ સાથેના વ્યવસાયમાં ચિરિપાલ ગ્રુપ સંકળાયેલ છે. બોપલ રોડ પર ચિરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન ચિરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા પાડીને ITએ તપાસ શરૂ કરી છે. આ મેઘા સર્ચ ઓપરેશનમાં 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે.

- Advertisement -

શહેરમાં ઘણા સમયથી આઈટીની રેડ ચાલી રહી છે. ITની કાર્યવાહીથી અમદાવાદના વેપારીઓ અને બિઝનેસ ગ્રુપોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શહેરમાં ચીરપાલ સહિત નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઈટીની તપાસ શરૂ થઈ છે. આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. ઈંઝની તપાસના અંતે મોટો દલ્લો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પહેલા પણ ચિરિપાલ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું છે. થોડા મહિના પહેલા જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસે ગોડાઉન માલિક સહિત બે શખસની ધરપકડ કરી હતી. આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરતા હતા. દાણીલીમડા પોલીસે બેની ધરપકડ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular