જામનગર શહેરમાં છાશવારે તોડફોડ કરવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાર્ક કરેલી કાર તથા વાહનોમાં તોડફોડ તેમજ અગાઉ બેસવા માટે બનાવેલા બાંકડા તોડતી ગેંગ સક્રિય થઈ હતી. હવે લાંબા સમયથી પછી શહેરના પોશ વિસ્તાર એવા જોગર્સ પાર્ક નજીક બેસવા માટે બનાવેલા સિમેન્ટના બાંકડાઓ રાત્રિના સમયે આવારા તત્વોએ તોડી નાખ્યા હતાં. પોશ વિસ્તારમાં સિનીયર સિટીજનોને બેસવા માટે બનાવેલા બાંકડાઓ તોડી નખાતા આ મામલે લોકોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ?