વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 28 અને 29 બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે તથા અમદાવાદ અને હિંમતનગર ખાતેનાં અગાઉ મુલત્વી રહેલા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. મોદી તા. 15ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે મુલાકાત રદથઇ હતી જે હવે પુન: તા. 28-29ના રોજ નિશ્ર્ચિત થયો છે. ઉપરાંત મોદીનો આ કાર્યક્રમ બે દિવસનો થયો છે. તેઓ ગાંધીનગરમાં ગિફટ સિટી ખાતે સિંગાપોર નિફટીના ટ્રેડીંગનો પ્રારંભ કરાવશે ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદીની આ મુલાકાત મહત્વ ધરાવે છે.
મોદી ગાંધીનગરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણી વ્યૂહ અંગે ચર્ચા પણ કરશે. ગુજરાતમાં આ વર્ષના અંતે ધારાસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને તેની સાથે હિમાચલ તેમજ જમ્મુ-કાશ્મીરની પણ ચૂંટણી યોજાશે તેવા સંકેત છે.