જામનગર શહેરના વાલસુરા ઓલ્ડ એરિયામાં રહેતા યુવાન તેના ઘરે જમીને નિંદ્રાધિન થયા બાદ બેશુદ્ધ થઈ જતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરના વાલસુરા ઓલ્ડ એરિયામાં ટી-17/2 માં રહેતાં હિતેશસિંહ ગોવિંદસિંહ ગોહિલ (ઉ.વ.43) નામના યુવાન શનિવારે બપોર બાદ તેના ઘરે જમીને નિંદ્રાધિન થયા પછી બેશુધ્ધ થઈ જતાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ કૃપાલસિંહ દ્વારા કરાતા હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.