Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્પેનના બિઝનેસમેને પૈસા વગર કેવી રીતે કરી ભારતમાં હજારો કિલોમીટરની પદયાત્રા ?...

સ્પેનના બિઝનેસમેને પૈસા વગર કેવી રીતે કરી ભારતમાં હજારો કિલોમીટરની પદયાત્રા ? – Khabar Gujarat Exclusive

સાત વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં તેની યાત્રા દરમિયાન થયેલા વિવિધ અનુભવો : રવિવારે જામનગરના ગુરૂદ્વારામાં આગમન

- Advertisement -

રજાઓમાં મુસાફરી કરવી એ એક અલગ આનંદ છે પરંતુ પૈસા વગર દેશભરમાં પદયાત્રા કરવી કેટલી કઠીન છે ? કે નહીં ? સાત વર્ષ પહેલાં રાજસ્થાનના પુષ્કરથી સ્પેનના દિપકએ શરૂ કરેલી પૈસા વગરની પદયાત્રા કોરોનાકાળ સહિતના સમય બાદ 50 હજાર કિલોમીટરની પદયાત્રા કરી ચૂકયા છે અને રવિવારે જામનગરના ગુરૂદ્વારા ખાતે આવ્યા હતાં. સ્પેનના બારસેલોનામાં બિઝનેસમેન ઝેવીયર દિપકે તેમની 50 હજાર કિલોમીટરની પદયાત્રા 14-10-2015 ના રોજ રાજસ્થાનના પુષ્કરથી 14 રૂપિયા સાથે શરૂ થઈ હતી. પરંતુ, શરૂઆતના ત્રણ-ચાર દિવસ દરમિયાન પૈસા વગર તકલીફ પડતી હતી અને ચાલવાના કારણે તરસ લાગતા પાણીની 20 રૂપિયાની બોટલ પણ ખરીદી શકતો ન હતો. પરંતુ મનમાં ગુરૂ નાનક દેવજી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને અડગ શ્રધ્ધાએ હજારો કિલોમીટરની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થવાના આરે છે.

- Advertisement -

સ્પેનના બિઝનેસમેન દિપક ઝેવિયરની 50 હજાર કિલોમીટરની પૈસા વગરની પદયાત્રાના અનુભવો ‘ખબર ગુજરાત’ સાથેની મુલાકાતમાં જણાવ્યા હતાં. કોઇપણ અનુભવ વગર શરૂ કરેલી પદયાત્રા શરૂ કર્યાના બે-ત્રણ દિવસ દરમિયાન વધુ ચાલવાના કારણે પરસેવો થવાથી પાણીની તરસ લાગી હતી પરંતુ, પાણીની બોટલ લેવા માટે 20 રૂપિયાની જરૂરિયાત હતી પરંતુ તેમની પાસે માત્ર 14 રૂપિયા હતાં અને તેમને ગુરૂ નાનકદેવ ઉપર રહેલી શ્રધ્ધાને કારણે પડેલી પાણીની મુશ્કેલી પણ હલ થઈ ગઇ હતી. ત્યારબાદ ધીમે ધીમે પદયાત્રા આગળ વધતી ગઈ તેમ-તેમ એક પછી એક પછી એક અનુભવો થતાં ગયા. તેમાં પણ ખાસ કરીને સમગ્ર દેશમાં તેની યાત્રા દરમિયાન ધાર્મિક સ્થળો, જૈન દેરાસરો, ગુરૂદ્વારા, મંદિરો અને દેશના 12 શિવલિંગોના દર્શન કર્યા છે.

- Advertisement -

કોવિડની મહામારીના સમયગાળા દરમિયાન પણ તેમની આ પૈસા વગરની પદયાત્રા અવિરત રહી હતી અને કેદારનાથ, જગન્નાથપુરીના દર્શન પણ કર્યા છે. કોવિડ દરમિયાન દિપકને ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા ટિકિટ ચેકરે પકડર્યા હતાં પરંતુ દિપક પાસે પૈસા ન હતા અને ઓનલાઇન સુવિધા ન હતી. જ્યારે રેલવે ઓનલાઈન ટિકિટ આપતા હતાં. જેથી તેની આ મુશ્કેલી પણ સરળ બની ગઈ હતી અને યાત્રા પૂર્વે દિપકને કોઇપણ ધામ કે મંદિર વિશે એટલું જ્ઞાન ન હતું. પરંતુ આ યાત્રા પૂર્ણ થયા બાદ હાલ તે ધર્મ વિશે સારી એવી જાણકારી મેળવી ચૂકયા છે. દેશભરમાં કરેલી આ પદયાત્રામાં તેને સૌથી સારો અનુભવ પોલીસનો થયો છે. જેમાં અનેક સ્થળોએ પોલીસે દિપકને મદદ કરી રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી જેમાં દિપકનું જામનગરમાં આગમન થયા બાદ તેમને સિટી સી ડિવિઝનના પીઆઈ કે.એલ. ગાધે મળ્યા હતાં. જેમણે દિપકને ભોજન કરાવ્યા બાદ ગુરૂદ્વારા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. દિપકે જામનગર પોલીસ અને ખાસ કરીને પીઆઈ ગાધેની સરાહના કરી હતી તેમજ દ્વારકામાં પણ દિપકને પોલીસકર્મીનો સાથ સહકાર મળ્યો હતો.

આ પદયાત્રામાં મોટાંભાગે સારા અનુભવો જે જીવનભર ન ભુલી શકાય તેવા સ્મરર્ણો થયા છે. એકાદ ખરાબ અનુભવ સિવાય તેમની 50 હજાર કિલોમીટરની આ પૈસા વગરની પદયાત્રા મહદઅંશે પૂર્ણ થઈ ગઇ છે. રવિવારે જામનગર ગુરૂદ્વારામાં પહોંચ્યા હતાં અને ત્યાં દર્શન કર્યા હતાં. ગુરૂદ્વારાના પ્રેસિડેન્ટ હરપાલસિંઘ, સેક્રેટરી મનજીતસિંઘ ઉપ્પાલ, કમિટી મેમ્બર તરણજીતસિંઘ, માતા ગુરૂજીત કૌર અને ગ્રંથી ગુરૂદેવસિંઘ સહિતના સભ્યો દ્વારા ઝેવિયર દિપકનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular