ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિન્દુધર્મમાં ગુરૂનો મહિમા ખૂબ જ મહત્ત્વનો છે. ગુરૂ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જનાર શકિત અને વ્યવહારિક દ્રષ્ટિએ શિક્ષક તથા માર્ગદર્શકને પણ ગુરૂની ઉપમા આપવામાં આવે છે. આજે ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસે પાંચ નવતનપુરી ધામના મહંત કૃષ્ણમણી મહારાજના આશિર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી. આજે કૃષ્ણમણી મહારાજના આશિર્વાદ માટે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપા અધ્યક્ષ નિલેશ ઉદાણી, ડે. મેયર તપન પરમાર, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન મેરામણ ભાટુ, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, નિવૃત્ત મામલતદાર સુરેશભાઈ રાચ્છ, ચંદ્રકાંત ત્રિવેદી, ભાયાભાઈ કેશવાલા, પ્રવિણસિંહ જાડેજા તથા વિદ્યાર્થીઓ, તબીબો અને શહેરીજનોએ ગુરૂ મહંતોના આશિર્વાદ મેળવ્યાં હતાં. ઉપરાંત શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓએ તેમના ગુરૂ એવા શિક્ષકોના આશિર્વાદ મેળવી ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.