ભારતીય કોસ્ટ ગાર્ડ(આઇસીજી)એ ગુજરાતમાં પોરબંદર કિનારેથી 185 કિ.મી. દૂર અરબી સમુદ્રમાં 22 લોકોના જીવ બચાવ્યા હતાં. 20 ભારતીય, 1 પાકિસ્તાની અને 1 શ્રીલંકન સહિત કુલ 22 ક્રુ મેમ્બરને સલામત રીતે પોરબંદર લાવવામાં આવ્યા હતાં.
આઇસીજીને અનિયંત્રિત પુર અંગેની ચેતવણી મળી હતી. પોરબંદરના દરિયાકાઠે 185 કિ.મી. દૂર ગ્લોબલ કિંગ-1 જહાજ તકલીફમાં હોવાની માહિતી મળી હતી. પ્રતિકુળ હવામાન હોવા છતાં ઇન્ડિય કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરથી પરિસ્થિતીનું મુલ્યાંકન કરવા એક ડોર્નિયર એર ક્રાફર્ટને લોન્ચ કરવામાં આવ્યું હતું. ડોનિયરએ પહોંચીને ક્રુ મેમ્બર માટે લાઇફ રાફ્રટ છોડયું હતું. આઇસીસી એર સ્ટેશન પોરબંદરમાંથી સ્વદેશી રીતે નિર્મિત ટવીન એનજીન એડવાન્સ રાઇટ હેલિકોપ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યા હતાં. તોફાની પવનનો સામનો કરી હેલિકોપ્ટર 22 ક્રુ મેમ્બરોને બચાવી લીધા હતાં.