Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયઇન્ડીયન એર ફોર્સના પિતા-પુત્રીની જોડીએ એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં એકસાથે ઉડાન ભરીને ઇતિહાસ...

ઇન્ડીયન એર ફોર્સના પિતા-પુત્રીની જોડીએ એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં એકસાથે ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો

- Advertisement -

‘ટોપ ગન’ ફિલ્મના પ્રથમ એડિશનની ઐતિહાસિક મહાકાવ્યરૂપ હવાઇ યુદ્ધની સિક્વન્સ, આઇસમેન દ્વારા યુએસ નૌસેનાના કેરિયરના ડેક પર માવેરિકને કહેલા આ શબ્દો સાથે સમાપ્ત થાય છે. એક ફાઇટર પાઇલટ તરીકે, અંતિમ સન્માન એ એવો અત્યંત પ્રબળ વિશ્વાસ છે જે તમને તમારા સહયોગી સ્ક્વૉડ્રન સાથીઓ દ્વારા આપવામાં આવે છે, જ્યારે તેઓ જાણતા હોય છે કે તમને તેઓનું પીઠબળ છે, ભલે પછી તે ગમે તે હોય.

- Advertisement -

નાની અનન્યા જેમ જેમ મોટી થઇ રહી હતી તેમ, તેણે પોતાના પિતા અને ભારતીય વાયુસેના (IAF)માં ફાઇટર પાઇલટને તેમના સાથી સ્ક્વૉડ્રન પાઇલટ્સ સાથે આ ખૂબ જ ગાઢ સંબંધનું સંચિન કરતા જોયા હતા. વર્ચ્યુઅલ રીતે IAF માં ઉછર્યા પછી, એવો કોઇ બીજો વ્યવસાય નહોતો કે જેમાં તે જવાની કલ્પના પણ કરી શકે. અનન્યાએ 2016માં IAF ની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ તરીકે પ્રવેશ કર્યો ત્યારે જોયું કે તેનું જીવનભરનું સપનું હવે સાકાર થવાની શક્યતા છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી ટેકનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેણીને IAFની ફ્લાઇંગ શાખા માટે તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. તેને ડિસેમ્બર 2021 માં ફાઇટર પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

- Advertisement -

અનન્યાના પિતા એર કોમોડોર સંજય શર્મા 1989માં IAF ના ફાઇટર સ્ટ્રીમમાં નિયુક્ત થયા હતા. તેમની પાસે મિગ-21 સ્ક્વૉડ્રન તેમજ ફ્રન્ટલાઇન ફાઇટર સ્ટેશનના કમાન્ડિંગ સાથે ફાઇટર ઓપરેશન્સનો બહોળો અનુભવ હતો.

પિતા-પુત્રીની જોડીએ 30 મે 2022ના રોજ એરફોર્સ સ્ટેશન, બિદર ખાતે હોક-132 એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો, જ્યાં ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્મા IAFના ઝડપી અને વધુ શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટમાં સ્નાતક થાય તે પહેલાં તેની તાલીમ લઇ રહી છે. IAFમાં અગાઉ એવો કોઇ દાખલો નથી કે જ્યાં પિતા અને તેની પુત્રી મિશન માટે સમાન ફાઇટર ફોર્મેશનનો હિસ્સો બન્યા હોય. આ એવું મિશન હતું જ્યાં એર કોમોડોર સંજય અને ફ્લાઇંગ ઓફિસર અનન્યા માત્ર પિતા અને પુત્રી કરતાં કંઇક વિશેષ સ્થિતિમાં હતા. તેઓ એવા કોમરેડ્સ હતા, જેમને સાથી વિંગમેનની જેમ એકબીજામાં પૂરો વિશ્વાસ હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular