Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમેઘપર નજીકથી ગેસના બાટલા રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

મેઘપર નજીકથી ગેસના બાટલા રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

ખાલી અને ભરેલા બાટલા તથા ઈલેકટ્રીક કાંટો કબ્જે : શખ્સની અટકાયત કરી પૂછપરછ

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર નજીકના વિસ્તારમાં રહેતાં શખ્સ દ્વારા ગેરકાયદેસર ગેસના બાટલાનું રીફીલીંગ કરાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન પાંચ બાટલા સહિત રૂા.6250 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર નજીક ખોડિયાર મંદિરવાળી શેરીમાં જાહેર રોડ પર ગેસના બાટલાનું રીફીલીંગ કરાતું હોવાની જાણના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.3500 ની કિંમતના 1 ખાલી અને 1 ભરેલો બાટલો તથા તેમજ 4 કિલોવાળા લાલ કલરના ગેસ ભરેલા 3 બાટલા અને ગેસ રિફીલીંગ માટેની નીપલ તેમજ રૂા.1500 ની કિંમતનો ઈલેકટ્રીક કાટો સહિત કુલ રૂા.6250 ના મુદ્દામાલ સાથે પ્રેમસીંઘ રામાયણસીંઘ કુશ્વાહ નામના શખ્સને પોલીસે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular