Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલે બહુમતિ સાબિત કરશે એકનાથ શિંદે

આવતીકાલે બહુમતિ સાબિત કરશે એકનાથ શિંદે

- Advertisement -

મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને ભાજપે પોતાના માસ્ટર સ્ટ્રોક નિર્ણય દ્વારા મુખ્યમંત્રી બનાવ્યા બાદ એકનાથ શિંદે આવતીકાલે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાની બહુમતિ સાબિત કરશે. આ સાથે વિધાનસભાના નવા સ્પીકરની પણ વરણી કરવામાં આવશે. ગઇકાલે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરીને સૌને અચંબિત કરી દીધા હતા અને પોતે શિંદે સરકારને બહારથી સમર્થન આપશે તેવી જાહેરાત પત્રકારો સમક્ષ કરી હતી. પરંતુ ભાજપના ટોચના નેતાઓ દ્વારા દેવેન્દ્ર ફડણવિસને નાયબ મુખ્યમંત્રી તરીકે સરકારમાં સામેલ થવાની સૂચના આપવામાં આવતાં તેમણે પણ મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular