જામનગર તાલુકાના શાપર ગામમાં રહેતી યુવતીને પાંચ માસ પહેલાં ભગાડી ગયાનો ખાર રાખી યુવકની બહેન સહિતની બે મહિલાઓએ યુવતીની માતા ઉપર લાકડીઓ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના શાપર ગામમાં શંકરટેકરી પાણીના ટાંકા પાસે રહેતાં મુમતાઝબેન જુસબ બેતારા નામના પ્રૌઢાની પુત્રીને પાંચ માસ પૂર્વે એક યુવક ભગાડીને લઇ ગયો હતો. જે બાબતનો ખાર રાખી યુવકની બહેન અપસાનાબેન ઉર્ફે બબુબેન અલ્તાફ સમા અને હલીમાબેન સમા નામના બન્ને મહિલાઓએ પ્રૌઢાના ઘરે જઈ મુમતાઝબેન અને સહેનાઝબેનને અપશબ્દો બોલી લાકડીઓના ઘા મારી ઈજાઓ પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં મુમતાઝબેન દ્વારા જાણ કરાતા હેકો સી.ટી.પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી હુમલાખોર મહિલાઓની શોધખોળ આરંભી હતી.