Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં બીમારીથી કંટાળી યુવતીની આત્મહત્યા

જામનગરમાં બીમારીથી કંટાળી યુવતીની આત્મહત્યા

જામનગર શહેરમાં વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીએ કબજિયાત અને પેટના દુ:ખાવાની બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં વાલ્કેશ્વરીમાં આવેલા સ્વરૂપ હાઈટસમાં બ્લોક નં.810 માં રહેતાં રીનાબેન અમીતકુમાર દેત્રોજા (ઉ.વ.26) નામની પરિણીત યુવતીને એક વર્ષથી કબજિયાત અને પેટના દુ:ખાવાની બીમારી થઈ હતી અને આ બીમારીથી કંટાળીને યુવતીએ ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના પતિ અમિત દ્વારા કરાતા પીએસઆઈ એ.બી.સપિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular