દ્વારકા તાલુકાના ટુંપણી ગામે જામનગરના રહીશ એવા કિશોરગીરી મોતીગીરી ગોસાઈ નામના 47 વર્ષના બાવાજી યુવાન રાત્રિના સમયે અગાસી ઉપર સુતા હોય, તેઓ ઊંઘમાં અગાસી પરથી નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર જાઓ થતા તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામના રહીશ બુધાભાઈ જેસાભાઈ મકવાણાએ દ્વારકા પોલીસને કરી છે.


