જામજોધપુરમાં ઘાંસના ગોડાઉન નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.10,320 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરમાં રેલવે સ્ટેશન રોડ પરથી વર્લીમટકાના આંકડા લખતા શખ્સને રૂા.910 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હથા ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર ગામમાં ઘાંસના ગોડાઉન નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ભરત અરજણ સોલંકી, આશિષ ગોવિંદ સોલંકી, નારણ લાખા રાઠોડ અને રવિ રમેશ મકવાણા નામના ચાર શખ્સોને સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રૂા.10,320 ની રોકડ રકમ અને ગંજીપનાવ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામજોધપુર ગામમાં રેલવે સ્ટેશન રોડ પરથી જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા દિપક નાનજી ફળદુ નામના શખ્સને રૂા.910 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.