રાષ્ટ્રપતિ પદ જેવા સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા બાદ પણ જૂના દોસ્તોને યાદ કરવા એ રામનાથ કોવિંદજીની વિશેષતા છે. આ વિશેષતાનો અનુભવ તાજેતરમાં એક રઘુવંશી પરિવારને થયો હતો. મુળ દ્વારિકા, હાલ રાજકોટના બારાઇ પરિવારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આમંત્રણ આપીને રાષ્ટ્રપતિ ભવનના મહેમાન બનાવ્યા હતાં. બારાઇ પરિવારે ત્રણ દિવસ દિલ્હીની વીવીઆઇપી મહેમાનગતી માણી હતી. મુળ દ્વારિકા-ઓખા પંથકના હાલ રાજકોટ સ્થાયી થયેલા ભરતભાઇ બારાઇ તથા તેમના પુત્ર આલાપભાઇ અને સંગીતાબેન તથા ડો. માધવીબેને રાષ્ટ્રપતિ ભવનની મહેમાનગતી માણી હતી.
આ અકલ્પનીય અવસર અંગે ભરતભાઇ બારાઇએ જણાવ્યું હતું કે, મારા પિતા સ્વ. મનસુખભાઇ બારાઇ અને રામનાથજી કોવિંદ વચ્ચે વર્ષોથી ગાઢ મિત્રતા હતી. એ સમયે બારાઇ પરિવાર દ્વારિકામાં સ્થાયી હતો. રામનાથ કોવિંદ ભાજપની વિવિધ જવાબદારીઓના ભાગરૂપે ઓખા-દ્વારિકા આવે ત્યારે પિતાની મુલાકાત થતી હતી. આ ઓળખ ધીમે – ધીમે મિત્રતામાં પલટાઇ ગઇ. ભરતભાઇએ જણાવ્યું હતું કે, ર001 ની સાલમાં રામનાથ કોવિંદજી ભાજપના ઓખા-દ્વારિકા પંથકના ભાજપના પ્રભારી બન્યા ત્યારથી પિતા અને રામનાથજી વચ્ચેની મિત્રતા ગાઢ આત્મિયતામાં પલટાઇ ગઇ હતી. ભરતભાઇએ જણાવ્યું હતું કે, રામનાથજીએ બાદમાં રાજયપાલપદ પ્રાપ્ત કર્યુ ત્યારે પણ મિત્રતાના સંબંધો અને નિયમિત સંપર્ક જાળવી રાખ્યો હતો. પિતાના નિધનના દુ:ખદ સમયે રામનાથજીએ રાષ્ટ્રપતિપદેથી લાગણીસભર શોક સંદેશ પાઠવ્યા હતો. સામાન્ય અનુભવો છે કે, રાજનીતિમાં પદ ઊંચું થતું જાય તેમ જૂની ઓળખાણો લૂપ્ત થતી જતી હોયછે. રાષ્ટ્રપતિ રામનાથજી અસામાન્ય વ્યકિતત્વ ધરાવે છે. જૂના સાથીદારો-મિત્રો સાથે લાઇવ સંબંધ જાળવી રાખે છે. બારાઇ પરિવારની તો બીજી અને ત્રીજી પેઢી સાથે આત્મિયતાનો નાતો જાળવ્યો છે. મનસુખભાઇના નિધન બાદ ભરતભાઇ અને આલાપભાઇ સાથે પણ રાષ્ટ્રપતિજી આત્મિયતા ધરાવે છે.
ભરતભાઇએ જણાવ્યું હતું કે, રામનાથજી જયારે ગુજરાત આવ્યા ત્યારે અમને યાદ કર્યા છે. દીવ-ગાંધીનગર અમને મળવા બોલાવ્યા હતાં. દ્વારિકા આવ્યા ત્યારે બારાઇ પરિવારના તમામ સ્વજનોને મળ્યા હતાં. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સમયે 3 દિવસ દિલ્હી ના જોવા લાયક સ્થળો જેવા કે પ્રધાનમંત્રી સંગ્રહાલય, પ્રેસિડેન્ટ મ્યુઝિયમ, અક્ષરધામની મુલાકાત પણ કરાવી હતી.
રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમ્યાન આલાપ ભાઇ અને ભરતભાઇએ જલારામ બાપાની છબી અર્પણ કરી ત્યારે રાષ્ટ્રપતિએ તેઓની આરંભડા જલારામ મંદિરની મુલાકાતની યાદો પણ તાજી કરી હતી. દ્વારકા ઓખા પંથકમાં સ્વ. મનસુખભાઇ બારાઇ પરિવારનું બહુ મોટુ નામ, પેટ્રોલ પંપો સહિત વિશાળ બિઝનેસ છતાં ફકત વેપારમાં ગળાડૂબ રહેવાને બદલે તેમના સામાજિક કાર્યો પણ ખુબ કર્યા છે. જમાડવાની ખુબ શોખ, અને આની પાછળ કોઇ સ્વાર્થ નહીં વજુભાઇ હોય કે વિજયભાઇ કે પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ વ્યકિતગત ઓળખે, આવી વિરલ વ્યકિતના પરિચયમાં હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજી જયારે તેઓ ભારતીય જનતા પક્ષના દ્વારકા ઓખાના પ્રભારી હતા ત્યારે દ્વારકા આવતા, મનસુખભાઇ બીજેપી સાથે જોડાયેલ હોવાથી રામનાથ કોવીદજી તેમના પરિચયમાં આવેલ, આ પરિચય મિત્રતામાં પલટાયેલા, જાજરમાન વ્યકિતત્વ ધરાવતા સ્વ. મનસુખભાઇ ખુબ સંબંધો રાખે. રામનાથ કોવીંદ પણ દ્વારકા આવવાનું થાય ત્યારે પ્રથમ તેમને ફોન કરે, રાષ્ટ્રપતિને સ્વ. મનસુખભાઇ બારાઇ સાથે આત્મીય સંબંધો તો હતા જ પણ હવે તેઓ ને તેમના પરિવારજનો સાથ પણ લાગણીના સંબંધો બંધાઇ ચુકયા છે. અને તેઓ એ ખુબ ટુંકાગાળામાં 4 વખત બારાઇ પરિવારને મુલાકાત આપી.
તાજેતરમાં કોવિંદની દ્વારકાની મુલાકાત પણ અવિસ્મરણીય બની હતી. દ્વારકા મુલાકાત સમયે અનુપમભાઇ બારાઇ, ભરતભાઇ, સુનીલભાઇ સંજયભાઇ, આલાપભાઇ, રઘુભાઇ સહીત સમગ્ર બારાઈ પરિવારજનોને લાભ મળ્યો હતો. ભરત ભાઈ અને આલાપ ભાઈ ને દર્શન અને આરતી સમયે મંદિર માં પણ તેઓ ની સાથે રાખ્યા હતા. આ પારિવારિક મુલાકાત માં રાષ્ટ્રપતિના પત્ની તેમના પુત્રી સ્વાતિબેન પણ પારિવારિક મિલન પ્રસંગે સાથે જોડાઇ યાદગાર સંભારણું બની ગયું છે.
મનસુખભાઇની સેવાની જ્યોત ચાલુ રાખજો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
બારાઇ પરિવારની રાષ્ટ્રપતિની મુલાકાત ભવનની મહેમાનગતી માણી હતી. આ સમયે રાષ્ટ્રપતિએ બારાઇ પરિવાર પ્રત્યે આત્મિય હુંફ વહાવતા સંદેશ આપ્યો હતો. કે.સ્વ. મનસુખભાઇ બારાઇએ પ્રગટાવેલી સેવાની જયોત ઝગમગતી રાખજો. ભરતભાઇના પુત્ર આલાપભાઇએ જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ ભવનમાં હતા ત્યારે સવારે છ વાગ્યે રાષ્ટ્રપતિજીના પ્રાઇવેટ સેક્રેટરીએ અમને ગોલ્ફ ખેલવાની અને સાઇકલિંગ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. આલાપભાઇએ જણાવ્યું હતું કે, ભુતકાળમાં મીઠાપુરના આરંભડામાં જલારામ મંદિરે રામનાથજી અને તેમના જીવન સાથીએ સજોડે પુજા કરી હતી અને રામનાથજીએ પૂ.જલારામબાપાની મૂર્તિ અર્પણ કરી ત્યારે આ પ્રસંગ યાદ કરીને તેઓ ભાવવિભોર બન્યા હતા.