Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના વાવડી ગામમાં કૂવામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

જામનગર તાલુકાના વાવડી ગામમાં કૂવામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી : કાલાવડના ભગેડીમાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના વાવડી ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના ભગેડી ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને મજૂરી કરતા આદિવાસી પરિવારના બાળકને ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર તાલુકાના વાવડી ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી આજે સવારના સમયે યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ પરબતભાઈ વશરામભાઈ (ઉ.વ.45) નામના યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર મોત નિપજ્યું ? તે અંગેની તપાસ આરંભી હતી. યુવાનનો મૃતદેહ તેની જ વાડીના કૂવામાંથી મળી આવતા આપઘાતની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના ભગેડી ગામમાં આવેલી રમેશભાઈના ખેતરમાં મજૂરીકામ કરતા સબીરાબેન ઈનિશ ભાભોર નામના મહિલાનો પુત્ર વિકાસ (ઉ.વ.6) નામનો બાળક શનિવારે બપોરના સમયે ખેતરમાં રમતો હતો તે દરમિયાન કોઇ ઝેરી જનાવર પગમાં કરડી જતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકની માતા દ્વારા જાણ કરાતા એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular