કાલાવડ ગામના કુંભનાથપરામાં રહેતાં પ્રૌઢની સંયુકત માલિકીની જમીનમાં તેમના કૌટુંબિક ભાઈઓએ બોગસ સહી કરી કબુલાત નામુ બનાવી કૃષિ સહાયની રોકડ ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડના કુંભનાથપરામાં રહેતાં વિનોદ પરશોતમ રાખોલિયા નામના પ્રૌઢ અને તેમના પરિવારની સંયુકત માલિકીની ખેતીની જમીન સર્વે નં.873 છે. આ ખાતાના સંયુકત માલિકીની જમીનમાં કૃષિ સહાય મેળવવા માટે પ્રૌઢના કૌટુંબિક ભાઈ જિજ્ઞેશ લક્ષ્મણ રાખોલિયા, અશ્ર્વિન રામજી રાખોલિયા નામના બન્ને શખ્સોએ એકસંપ કરી પ્રૌઢની સંમતિ વગર ખોટું કબુલાત નામુ અને સહી કરી તાલુકા પંચાયતમાં બોગસ દસ્તાવેજોના આધારે કૃષિ સહાયની રૂા. 33,600 ની રોકડ મેળવી પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી નાખી પ્રૌઢ સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડીના બનાવોમાં વિનોદભાઈ દ્વારા કરાતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.