જામજોધપુર ગામમાં ગાયત્રી મંદિર સામે આવેલા સુપરમાર્કેટ મોલમાંથી તસ્કરો મધ્યરાત્રિના અડધી કલાકના સમય દરમિયાન પતરુ ઉચકીને થડામાં રહેલી રૂા.15000 ની રોકડ રકમ અને એક પંખો તેમજ અન્ય સામાન મળી રૂા.18000 નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ગાયત્રી મંદિર સામે આવેલા શ્રીનાથજી સુપરમાર્કેટ મોલમાં ગુરૂવારે મધ્યરાત્રિના 2:45 થી 3:15 સુધીના 30 મિનિટના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મોલની છતનું પતરુ ઉંચકી મોલમાં પ્રવેશ કર્યો હતો અને થડામાં રહેલી રૂા.15000 ની રોકડ રકમ અને રૂા.1000 ની કિંમતનો સીલીંગ ફેન, સેમ્પુ, બોડીવોશ સહિતનો રૂા.2000 નો સામાન મળી કુલ રૂા.18000 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં. આ અંગે મોલના માલિક વિજયભાઈ સાપરિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.સી. વાઘેલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ આરંભી હતી.