Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાનાલુસ ગામમાં પત્ની માવતરે જતી રહેતાં પતિની આત્મહત્યા

કાનાલુસ ગામમાં પત્ની માવતરે જતી રહેતાં પતિની આત્મહત્યા

જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા યુવાનની પત્ની પીયર જતી રહેતા મનમાં લાગી આવતા જિંદગીથી કંટાળીને પંખામાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં ખોજાફળીમાં રહેતા કૈલાશ પૂંજાભાઈ કેશવાલા (ઉ.વ.35) નામના યુવાનની પત્ની શશીકલાબેન તેના પીયર કર્ણાટક જતાં રહયાં હતાં અને ત્યાંથી પરત ફરતા ન હતાં. જેથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે સાંજના સમયે કૈલાશે તેના ઘરે રૂમના પંખામાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રિનાબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જેઠવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular