Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતચોમાસું આગળ વધ્યું : મુંબઇ-ગુજરાત મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના

ચોમાસું આગળ વધ્યું : મુંબઇ-ગુજરાત મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના

ગુજરાતના બાકીના વિસ્તારમાં ચોમાસુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ મુંબઇ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અપાયું એલર્ટ : જૂનાગઢના વિસાવદરમાં ખાબકયો 4 ઇંંચ વરસાદ

- Advertisement -

નૈઋત્યનું ચોમાસું હવે ઝડપભેર દેશના બાકીના ભાગોમાં આગળ વધવા લાગ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસુ આગામી 48 કલાકમાં ગુજરાતના બાકીના ભાગો મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ સુધીના વિસ્તારને આવરી લેશે. મુંબઇમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. દરમ્યાન રાજ્યમાં 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ સુરતના કામરેજમાં 3.5 ઇંચ, નવસારી તથા જલાલપોર તાલુકામાં 2 ઇંચ વરસાદ પક્યો છે. તેમજ અન્ય 11 તાલુકાઓમાં 1થી દોઢ ઇંચ વરસાદ આવ્યો છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે છે. તથા સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 2 ધ્વિસ મધ્યથી ભારે વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, રાજકોટ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત સહિતમાં વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં સામાન્ય વરસાદ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular