Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારદહેજ અંગેની માંગણી કરી દ્વારકાની પરિણીતા સામે કુશંકા કરતા સાસરિયાઓ

દહેજ અંગેની માંગણી કરી દ્વારકાની પરિણીતા સામે કુશંકા કરતા સાસરિયાઓ

મારી નાખવાની ધમકી સબબ પતિ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો

- Advertisement -

દ્વારકામાં હાલ બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતી અને ઈશ્ર્વરભાઈ તોલારામભાઈ ભગતાણીની 39 વર્ષીય પરિણીત પુત્રી ઉષાબેન પ્રેમભાઈ તારવાણીને તેણીના લગ્નજીવન દરમિયાન રાજકોટની શક્તિ સોસાયટીમાં જુલેલાલ મંદિર પાછળ રહેતા તેના પતિ પ્રેમજી જમનાદાસ ભાઈ તારવાણી, સસરા જમનાદાસભાઈ રામચંદ્રભાઈ તારવાણી તથા ઈશ્વરીબેન જમનાદાસભાઈ તારવાણી નામના ત્રણ સાસરિયાઓ દ્વારા અવારનવાર મેણાં-ટોણા મારી, શારીરિક તથા માનસિક ત્રાસ આપીને પતિ દ્વારા ફરિયાદી ઉષાબેન ઉપર ખોટી શંકા કુશંકાઓ કરવામાં આવતી હતી.

- Advertisement -

એટલું જ નહીં, પરિણીતા પાસે દહેજની માંગણી કરી, બિભત્સ ગાળો આપી, ત્રાસ આપ્યાની તથા તેણી માવતરે ગયેલ હોય, જો તે પરત આવશે તો તેને મારી નાખવાની ધમકી પણ તેણીના પતિએ ફોન પર ફરિયાદી ઉષાબેનના પિતાને આપી હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ અંગે પોલીસે પતિ સહિત ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) 114 તથા દહેજ પ્રતિબંધકધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular