Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલાલપુરમાં રહેણાંક મકાનમાંથી તીનપતીનો જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

લાલપુરમાં રહેણાંક મકાનમાંથી તીનપતીનો જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

રૂા.37,700નો મુદ્દામાલ કબ્જે

જામગનગર જિલ્લાના લાલપુર તાલુકામાં રહેણાંક મકાનમાંથી પોલીસે જુગાર રમતાં સાત શખ્સોને ઝડપી લઇ રૂા.37,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ લાલપુરમાં ભાડુઆત વલીમામદના મકાનમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન અલીમામદ ઉર્ફે રાજુમામદભાઇ રાવકરડા, અશ્ર્વિન ગોરધનભાઇ વિરપરિયા, અફઝલ અજીતભાઇ ખેરાણી, બસીર બાઉદિનભાઇ સાટી, વસીમ અબાસભાઇ રાઉકકડા, ઇશાક ઇસ્માઇલ શેખ તથા વાલીમામદ સુલેમાન સંઘીને રૂા.27,200ની રોકડ, રૂા.10,500ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા.37,700ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular