કેન્દ્રની અગ્નિપથ યોજનાની વિરુદ્ધ દેશના ઘણા ભાગમાં ચાલી રહેલા દેખાવો પછી આજે રક્ષા મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અગ્નિપથ યોજનાને પરત ખેંચવામાં આવશે નહિ અને તમામ ભરતીઓ આ સ્કીમ મુજબ થશે. 25 હજાર અગ્નિવીરોની પ્રથમ બેન્ચ ડિસેમ્બરમાં આર્મી જોઈન કરશે. 24 જૂનથી એરફોર્સમાં ભરતી શરૂ થશે. જ્યારે નેવીમાં 25 જૂન અને સેનામાં 1 જુલાઈથી ભરતી શરૂ થશે.
લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે અગ્નિપથના વિરોધમાં કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ ચલાવનારાઓએ વિદ્યાર્થીઓને ભડકાવીને દેખાવો કરાવડાવ્યા છે. તેમણે કહ્યું કે અગ્નિવીર બનનાર શપથ લેશે કે તેણે કોઈ જ દેખાવો કર્યા નથી. આ સિવાય તેણે તોડફોડ પણ કરી નથી. પોલીસ વેરિફિકેશન સિવાય કોઈને પણ સેનામાં સામેલ કરવામાં આવશે નહિ.
પુરીએ કહ્યું કે યુવા ફિઝીકલી તૈયાર હોવા જોઈએ, જેથી કરીને તે અમારી સાથે જોડાઈને ટ્રેનિંગ લઈ શકે. અમારી આ યોજનાને લઈને તાજેતરમાં થયેલી હિંસાનું અનુમાન લગાવવામાં આવ્યું નહોતું. આર્મીમાં શિસ્ત ન ધરાવનારને કોઈ જ સ્થાન નથી. તમામે લેખિતમાં આપવું પડશે કે તે કોઈ પણ પ્રકારની આગ લગાડવાની ઘટનામાં કે કોઈ હિંસામાં સામેલ નહોતા.
અનિલ પુરીએ કહ્યું- આ યોજના પર બે વર્ષનું રિસર્ચ કરવામાં આવ્યું હતું. ત્રણેય સેના પ્રમુખો અને CDSએ સંયુક્ત રીતે વિશ્વના તમામ દેશોની સેનાઓની સરેરાશ ઉંમરને ધ્યાનમાં લીઘી હતી. અમારે આર્મીમાં યુવાનોની જરૂર છે. પુરીએ કહ્યું કે યુવા ફિઝીકલી તૈયાર હોવા જોઈએ, જેથી કરીને તે અમારી સાથે જોડાઈને ટ્રેનિંગ લઈ શકે. અમારી આ યોજનાને લઈને તાજેતરમાં થયેલી હિંસાનું અનુમાન લગાવવામાં આવ્યું નહોતું. આર્મીમાં શિસ્ત ન ધરાવનારને કોઈ જ સ્થાન નથી. તમામે લેખિતમાં આપવું પડશે કે તે કોઈ પણ પ્રકારની આગ લગાડવાની ઘટનામાં કે કોઈ હિંસામાં સામેલ નહોતા. દેશસેવામાં બલિદાન આપનારા અગ્નિવીરોના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર મળશે.
એડજ્યુટન્ટ જનરલ લેફ્ટિનેન્ટ જનરલ બંશી પુનપ્પાએ જણાવ્યું કે, સેનામાં અગ્નિવીરોની ભરતી માટે પહેલી જુલાઈના રોજ નોટિફિકેશન જાહેર થઈ જશે. ત્યાર બાદ એપ્લિકેશન રજિસ્ટ્રેશન શરૂ થશે. ભરતી માટેની પહેલી રેલી ઓગષ્ટના બીજા સપ્તાહથી શરૂ થશે. રેલીમાં ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ થશે. ત્યાર બાદ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે અને બાદમાં તેમને કોલમમાં મેરિટ પ્રમાણે મોકલવામાં આવશે.
ઓગષ્ટથી નવેમ્બર દરમિયાન 2 બેચમાં રેલીઓ થશે. પહેલા લોટમાં 25,000 અગ્નિવીર આવશે. તેઓ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં આવશે. અગ્નિવીરોનો બીજો જથ્થો ફેબ્રુઆરીમાં આવશે. દેશભરમાં કુલ 83 ભારતીય રેલીઓ થશે જે દરેક રાજ્યના છેવાડા ગામડા સુધીની હશે. વાયુસેનામાં ભરતી પ્રક્રિયા 24મી જૂનથી શરૂ થશે જ્યારે નૌસેનાની ભરતી પ્રક્રિયા 25મી જૂનથી શરૂ થશે.