Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં થયેલ મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરમાં થયેલ મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો

સીટી-બી પોલીસ દ્વારા ચોરાઉ બાઇક સાથે એક શખ્સને દબોચ્યો

- Advertisement -

જામનગરના સીટી-સી ડિવિઝનના મોટરસાઇકલ ચોરીનો બનાવ નોંધાયો હતો. આ કેસમાં સીટી-બી ડિવિઝને એક શખ્સને ચોરાઉ મોટરસાઇકલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-બી ડિવિઝનમાં મોટરસાઇકલ ચોરીમાં ગુનો નોંધાયો હતો. જેમાં સીટી-બીના હેકો. રાજેશભાઇ વેગડ તથાપો.કો. સંજયભાઇ પરમારને મળેલ બાતમીના આધારે ગાંધીનગર રેલવે સ્ટેશન નજીકથી આરોપી સદામ ઉર્ફે સદામડો અનવરભાઇ સાઇચા નામના શખ્સને રૂા.25,000ની કિંમતનું જીજે.10.બીએલ.9895 નંબરનું ચોરી વાળુ મોટરસાઇકલ સ્પેલન્ડર પ્લસ સાથે ઝડપી લીધો હતો. પુછપરછ દરમ્યાન બે-ત્રણ દિવસ પૂર્વે જામનગર જી.જી.હોસ્પિટલના પ્રસુતિ વિભાગના પાર્કિંગમાંથી આ મોટરસાઇકલ ચોરી કરી હોવાની આરોપીએ કેફિયત આપી હતી.

આ કાર્યવાહી પીઆઈ કે.જે.ભોયે, પીએસઆઈ સી.એમ.કાટેલિયા,એએસઆઇ હિતેશભાઇ ચાવડા, તથા હે.કો. મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રેાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા પો.કો.ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદિપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠિયા અને મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular