જામજોધપુરના ભોજાબેડી વિસ્તારમાં વાડીએ કામ કરતી વખતે પ્રૌઢને ચકકર આવતાં બેભાન થઇ જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. જયાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડીમાં હિરાભાઇ ખીમાભાઇ વારસાકિયા(ઉ.વ.50)નામના પ્રૌઢ ગત્ તા. 16 જુનના રોજ વાડીએ હતાં. તે દરમ્યાન તેમને ગરમી ચડી જતાં ચકકર આવતાં બેશુધ્ધ થઇ ગયા હતાં. આથી બેશુધ્ધ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમ્યાન ગઇકાલે સાંજે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે રામાભાઇ દ્વારા જાણ કરાતાં પી.કે.જાડેજા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.