જામનગ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા અપાયેલી સુચના મુજબ પોલીસ વિભાગ દ્વારા પવનચકકી, ડી.કે.વી. સર્કલ, રણજીતનગર, લાલપુર બાયપાસ, તળાવની પાળ સહિતના વિસ્તારોમાં એસઓજી, સિટી એ, સિટી બી અને સિટી સી ડિવિઝન દ્વારા તેમના વિસ્તારોમાં વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવતા ચાલકો સામે કાર્યવાહી અંતર્ગત 5 જૂનથી 11 જૂન સુધી સાત દિવસની ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા સ્થળોએ કડક ચેકિંગ કાર્યવાહી અંતર્ગત પોલીસે કુલ 299 વાહનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.