Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવરસાદ પૂર્વે ભયજનક ઇમારતો સલામત કરવા જામ્યુકો દ્વારા અનુરોધ

વરસાદ પૂર્વે ભયજનક ઇમારતો સલામત કરવા જામ્યુકો દ્વારા અનુરોધ

બાંધકામોમાં આંતરીક ફેરફારો કરતાં પહેલા રજીસ્ટર્ડ એન્જિનિયરની સલાહ લેવી

- Advertisement -

જામનગરમાં ચોમાસાની સિઝનની શરુઆત થઇ ચૂકી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝન દરમિયાન વરસાદ પૂર્વે લોકોને તકેદારી રાખવા તેમજ ભયજનક ઇમારતો સલામત કરવા, બાંધકામોમાં આંતરીક ફેરફારો કરતાં પહેલા રજીસ્ટ્રર એન્જિનિયરની સલાહ તથા માર્ગદર્શન લેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભયજનક ઇમારતોનું પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરુપે દરવર્ષે ફિઝિકલ સર્વે કરવામાં આવે છે તથા ભયજનક જણાતી ઇમારતો કે ઇમારતોના ભાગ માટે જે-તે આસામીઓ વપરાશકર્તાઓને ધી જીપીએમસી એકટની કલમ-264 મુજબ નોટીસ ઇસ્યૂ કરી આવા ભયજનક જર્જરીત ભાગ કે, ઇમારતોને સેઇફ સ્ટેજે લાવવા માટે જાણ કરવામાં આવે છે.

વર્ષ 2022ની પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરુપે આવા જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ ભયજનક જર્જરીત ઇમારતો કે ઇમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક બાંધકામને સેઇફ સ્ટેજે લાવી જામનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રકચર એન્જિનિયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટિફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજૂ કરવું. અન્યથા કોઇપણ કુદરતી હોનારત, ભારે વરસાદ, આકસ્મિક બનાવો, આગ લાગવાની ઘટનાઓ કે અન્ય કોઇપણ પરિસ્થિતિને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઇમારતના ભોગવટો કરનાર અસામી/માલિકની રહેશે. જેની લગત આસામીએ નોંધ લેવી.

- Advertisement -

શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આસામીઓ દ્વારા ઇમારતનું રિનોવેશન/રીપેરીંગ, ફલોરીંગ ચેન્જ, દિવાલોના આંતરીક ફેરફાર વિગેરે જેવા કામો કે જેમાં વિકાસ પરવાનગીની જરુરીયાત રહેતી નથી. તેવા કામો સમયાંતરે કરવામાં આવતા હોય છે. આવા કામો મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ આર્કિટેટના સુપરવિઝનમાં તથા સ્ટ્રકચર એન્જિનિયરની યોગ્ય સલાહ મેળવ્યા બાદ જ કરાવવા જરુરી છે. જેથી કરી બાંધકામના સ્ટ્રકચરલ ડેમેજને અટકાવી શકાય તથા જાનહાનિ પણ નિવારી શકાય. આથી તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે, આવા રિનોવેશન/રીપરેરીંગ, મકાનની અંદરના આંતરીક ફેરફારો નિષ્ણાંતોની સલાહ તથા માર્ગદર્શન હેઠળ જ કરવામાં આવે. ખાસ કરીને ગઢની રાંગની અંદરના વિસ્તારોમાં સનદી બાંધકામોમાં કોઇપણ આંતરીક ફેરફારો કરતા પહેલા રજીસ્ટર્ડ એન્જિયિરની સલાહ તથા માર્ગદર્શન મેળવી લઇ તેઓના સુપરવિઝન હેઠળ જ આવા કામો હાથ ધરવા તેમજ રીનોવેશન/રીપેરીંગ કામ ઉપરાંત કોઇપણ બાંધકામમાં અધર ફલોર કરતાં સમયે હૈયાત બાંધકામની યોગ્ય સ્ટ્રકચરલી ચકસાણી કરાવ્યા બાદ જ ધોરણસરની વિકાસ પરવાનગી મેળવી, મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ એન્જિનિયરની સલાહ તેમજ સુપરવિઝન હેઠળ જ આવા કામો કરવા સૂચના આપવામાં આવે છે.

વધુમાં જણાવવાનું કે, જામનગર મહાનગરપાલિકાના વિસ્તારના રહેતા તમામ આસામીઓને પણ પોતાની રહેણાંકની આસપાસ જો આવી કોઇ ભયજનક કે જર્જરીત ઇમારતો આવેલ હોય તો ટાઉન પ્લાનીંગ શાખાને તુરંત તેની લેખિતમાં જાણ કરવા જામ્યુકોની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular