Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરભાજપા પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા ‘પત્રકાર સ્નેહમિલન’નું આયોજન

ભાજપા પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા ‘પત્રકાર સ્નેહમિલન’નું આયોજન

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ ચેનલ, વેબ પોર્ટલ તંત્રી, રિપોર્ટરો, સાથે મુલાકાત કરવા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તબક્કે સર્કિટ હાઉસ ખાતે જામનગર શહેરના અખબારોના તંત્રીઓ, પ્રતિનિધિઓ, ન્યુઝ ચેનલ બ્યુરો ચીફ, રિપોર્ટરો સાથે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મીડિયા વિભાગ તથા જામનગર શહેર મીડિયા વિભાગના હોદેદારો મળશે.

- Advertisement -

પ્રદેશ મીડિયા વિભાગના કારોબારી સદસ્ય તથા સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર સુરેશભાઈ માગુકીય, જામનગર શહેર / જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા પ્રભારી સુરેશભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા સહિત શહેર સંગઠન હોદેદારો, ચૂંટાયેલ સભ્યો સાંસદ ધારાસભ્યો, મેયર, સ્ટે. કમિટી ચેરમેન સહિત પદાધિકારીઓ શહેર મીડિયા વિભાગ ક્ધવીનર, સહ ક્ધવીનરો, કોર કમિટી સભ્યો ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular