જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રહેતા શખ્સની ઓરડીમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.25,500 ની કિંમતની 51 બોટલ દારૂ મળી આવતા શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગર તાલુકાના સીક્કા નજીકથી પોલીસે બે શખ્સોને ઝડપી લઇ તેની પાસેથી 24 ચપટા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના ફલ્લા નજીકથી પોલીસે શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી નવ બોટલ દારૂ મળી આવ્યો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આંબાવાડી વિસ્તારમાં ભાડે ઓરડીમાં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અમરસંગ પ્રભાતસંગ જાડેજાની ઓરડીમાંથી તલાસી દરમિયાન રૂા.25500 ની કિંમતની 51 બોટલ દારૂ મળી આવતા દારૂની બોટલો કબ્જે કરી અમરસંગની શોધખોળ આરંભી હતી તેમજ બીજો દરોડો, જામનગર તાલુકાના નાની ખાવડી ગામની ગોલાઈ પાસે ઈકકો કારને આંતરીને પોલીસે તલાસી લેતા કારમાંથી રૂા.2400 ની કિંમતના 24 નંગ ચપટા અને ત્રણ લાખની કિંમતની એક કાર તથા રૂા.10000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂા.3,12,400 ની કિંમતના મુદ્દામાલ સાથે અબ્દુલ ઓસમાણ કમોરા અને અજયસિંહ ચેતનસિંહ ચુડાસમા નામના બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરથી પસાર થતા રાજેશ ઉર્ફે રાજુ રવજી વાંસજાળિયા નામના મોટી બાણુંગાર ગામના શખ્સને પંચ એ પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.7650 ની કિંમતની નવ બોટલ દારૂ મળી આવતા પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો રજનીશ લક્ષ્મણ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.