Saturday, January 11, 2025
Homeરાજ્યવાડીનારમાંથી બાઈક ચોરીનો આરોપી ઝબ્બે

વાડીનારમાંથી બાઈક ચોરીનો આરોપી ઝબ્બે

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે એક આસામીનું જીજે-10બીએલ-6639 નંબરનું રૂા. 20,000 ની કિંમતનું મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

આ દરમિયાન ખંભાળિયા તાલુકાના વાડીનાર પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિંઝાભાઈ હમીરભાઈ ઓડેદરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાડીનારમાં આશાબા પીરની દરગાહ પાસેના રોડ પરથી ઉપરોક્ત મોટરસાયકલ સાથે પસાર થતા કાયદાથી સંઘર્ષીત એક કિશોરને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં આ કિશોરે મોટરસાયકલ ચોરી હોવાની કબૂલાત આપી હતી. આથી વાડીનાર પોલીસ મથકના પીએસઆ. પી.ડી. વાંદા, હેડ કોન્સ્ટેબલ વિંઝાભાઈ ઓડેદરા તથા સંજયભાઈ બરારીયા દ્વારા ધોરણસર કાર્યવાહી કરી, આગળની કાર્યવાહી માટે કિશોરને મેઘપર પડાણા પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular