Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં મહિલાને 6 માસની સજા

ચેક રિર્ટન કેસમાં મહિલાને 6 માસની સજા

- Advertisement -

જામનગરના વર્ષાબેન ભાવેશભાઇ નાનાણીએ પોતાની અંગત જરુરીયાત માટે સંબંધ દાવે ફરિયાદી પાસેથી રૂા. 35000 સંબંધદાવે હાથઉછીના લીધા હતાં તથા તે રકમની પરત ચૂકવણી અંગે વર્ષાબેન ભાવેશભાઇ નાનાણીએ ફરિયાદી જીતેન્દ્રભાઇ હરીભાઇ મકવાણાને બેંક ઓફ બરોડા મેઇન બ્રાન્ચ શાખા જામનગરમાં આવેલ ખાતાનો ફરિયાદીના નામ જોગનો રૂા. 35000નો ચેક લખી આપ્યો હતો જે ચેક તેની પાકતી મુદ્તે ભરતા ફંડ ઇન્સ્ફીસીયીટના કારણે પરત ફરતાં ફરિયાદી ચેક પરત ફરવા અંગેની વકીલ મારફત નોટીસ મોકલાવેલ હતી. જે નોટીસ બજી જતાં આરોપીએ રકમ ચૂકવેલ નહીં તથા નોટીસનો જવાબ આપેલ નહીં. જેથી ફરિયાદી દ્વારા જામનગરની અદાલતમાં વર્ષાબેન ભાવેશભાઇ નાનાણી વિરુધ્ધ ચેક રિર્ટનની ફરિયાદ નોંધાવેલ હતી. આ કેસ ચાલી જતાં ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ, જુબાની વિગેરે ધ્યાને લઇ જામનગરના 7માં એડિશનલ ચીફ જ્યુ. મેજી. સી.કે. પીપલીયા દ્વારા સદરહુ કેસમાં આરોપી વર્ષાબેન ભાવેશભાઇ નાનાણીને તકસીરવાન ઠરાવી તેઆને 6 માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. 35000ની બમણી રકમ રૂા. 70000નો દંડ ભરવા હુકમ કર્યો હતો અને સદર દંડની રકમ રૂા. 70000 ફરિયાદીનને વળતર સ્વરુપે ચૂકવી આપવા તથા આરોપી વળતર ના ચૂકવે તો વધુ 15 દિવસ સજા ભોગવવા અંગે હુકમ કર્યો હતો. આરોપી હુકમની તારીખે હાજર ન હોય આરોપી વિરુધ્ધ સજા વોરંટ ઇસ્યૂ કરવા તથા બજવણી માટે ડીએસપી જામનગર મારફતે બજવણી માટે મોકલવા પણ આદેશ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફે વકીલ તરીકે અશ્વિન કે. બારડ રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular