આતંકવાદીઓના અલકાયદા સંગઠને ભારતમાં આત્મઘાતી હુમલાની આપેલી ધમકીના પગલે સમગ્ર દેશમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળોએ બોમ્બ સ્કવોર્ડ અને એસઓજી દ્વારા સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજીની ટીમ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા શહેરમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, જી. જી. હોસ્પિટલ, શોપિંગ મોલ સહિતના જાહેરસ્થળોએ સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.