Friday, January 3, 2025
Homeરાજ્યખંભાળિયા નજીક ટ્રકની હડફેટે બાઇકસવાર વૃદ્ધાનું મોત

ખંભાળિયા નજીક ટ્રકની હડફેટે બાઇકસવાર વૃદ્ધાનું મોત

- Advertisement -

ખંભાળિયા-દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે નવ કિલોમીટર દૂર સામોર ગામ પાસેથી જીજે-37-એચ-4812 નંબરના મોટરસાયકલ ઉપર જઇ રહેલા વડત્રા ગામના અરશીભાઈ નાથાભાઈ લગારીયા નામના 35 વર્ષના યુવાનના મોટરસાયકલને આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-10-ટીએક્સ-9995 નંબરના ટ્રકના ચાલક શિવરાજસિંહ અનોપસિંહ લાખાસિંહ રાવત (રહે. રાજસ્થાન) દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવતા અરશીભાઈ લગારીયા બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા.

- Advertisement -

આ જીવલેણ ટક્કરમાં મોટરસાયકલમાં સાથે જઇ રહેલા અરશીભાઈના બા રૂડીબેન નાથાભાઈ લગારીયા (ઉ.વ. 75) ને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે અરશીભાઈની ફરિયાદ પરથી ટ્રક ચાલક શિવરાજસિંહ રાવત સામે આઈ.પી.સી. કલમ 279, 337, 304(એ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular