જામનગર જીલ્લાના કાલાવડ શહેરમાં વિરાણી બેકબોન નામની નવી હોસ્પિટલનો શુભારંભ થયો હતો. વિરાણી બેકબોન હોસ્પિટલમાં કાલાવડ તાલુકાના લોકો માટે ઘર આંગણે કોઈ પણ જટીલ બીમારીની સારવાર માટે અને અત્યંત આધુનિક સાધનો દ્વારા સારવાર કરી આપવામાં આવશે.
આ હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં ડો. નંદીની વિરાણી, વૈદેહી પાચાણી, રૂચિ વિરાણીના હસ્તે દિપ પ્રાગટ કરવામાં આવ્યું હતું હોસ્પિટલનું ઉદઘાટન મોટી હવેલી જામનગરના બાવાશ્રીના લાલશ્રી પુ.પાદ. રસેન્દ્રરાયજીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ આ તકે ભરત વિરાણી, ભાવિકા વિરાણી, ડો. અંકુર પાચાણી, ડો. નિખીલા પાચાણી, ડો. આકાશ પાચાણી, ડો. પુજા પાચાણી, ડો. વિવેક પટેલ, ડો. નિકીતા પટેલ, ડો. ઉમેશગીરી અપારનાથી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
હોસ્પીટલમાં હૃદય રોગની બિમારી, અકસ્માત, સ્વાઈન અને ન્યુરો સર્જરી, બ્લડ પ્રેશર , ડાયાબિટીસની સારવાર તેમજ સર્પદંશ, ઝેરી દવાની અસરની સારવાર, સ્ત્રી રોગ અને પ્રસુતિની સારવાર તેમજ હાડકાના ફ્રેક્ચર અને કિડની તેમજ ડાયાલીસીસ, કેન્સર માટે ઉત્કૃષ્ટ સારવાર ઉપલબ્ધ થશે. આ સાથે વેન્ટીલેટર ફેસેલીટી, આધુનિક સાધનોથી સજ્જ લેબોરેટરીની સુવિધા તેમજ X-Ray અને સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ છે. કાલાવડ તાલુકા માટે 24 કલાક ઈમરજન્સી સેવા તેમજ મેડિકલ સેવા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કાલાવડ મામલતદાર એમ.પી.કતીરા, જામનગર જીલ્લા સહકારી સંઘના ચેરમેન છગનભાઈ પટેલ, કાલાવડ ના ડો. એમ.ડી. જોષી, ડો.સજુભા ગોહિલ, ડો. મેહુલ સોજીત્રા તથા જામનગર ના ડો. કે.ડી. વિરાણી (આઈ સર્જન), ડો. ધવલ માલદે તથા ડો. નિકુંજ ચોવટિયા JCCC હોસ્પિટલ જામનગર, ડો.ધવલ કોટડીયા તથા ડો. પૂજા કોટડીયા (કોટડીયા ડેન્ટલ કલીનીક)વાપી, ડો. ઋષી વિરાણી તથા ડો. રિયા વિરાણી (વિરાણી ડેન્ટલ કલીનીક)જામનગર ઉપસ્થિત રહ્યા હતા તેમજ હોસ્પીટલના પ્રારંભ સંદર્ભે હાલારના સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તથા કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ટેલીફોનીક શુભેચ્છા પાઠવી હતી અને જામનગરના વોર્ડ નં.5 ના કોર્પોરેટર સરોજબેન વિરાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જામનગર કેશવજી અરજણ લેવા પટેલ સમાજ ના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, મંત્રી લવજીભાઈ વાદી, સહ મંત્રી રમેશ વેકરીયા, કારોબારી સભ્ય ભાવેશભાઈ કાનાણી, પૂર્વમંત્રી અશોકભાઈ ચોવટિયા, ખજાનચી કિશોરભાઈ સંઘાણી સહિતના હોદ્દેદારો અને કાલાવડ નગરપાલિકા પ્રમુખ અને ઉપ-પ્રમુખ તથા જીલ્લા દૂધસંઘના પ્રમુખ કાન્તીભાઈ ગઢિયા, માર્કેટિંગ યાર્ડ કાલાવડ ચેરમેન યુવરાજસિંહ જાડેજા, ચેરમેન માર્કેટિંગ યાર્ડ જામનગર પ્રવીણસિંહ ઝાલા, જામનગર માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી હિતેશભાઈ પટેલ, જામનગર જીલ્લા ઉદ્યોગનગર સહકારી સંઘ પ્રમુખ ધીરુભાઈ કારિયા, જામનગર જીલ્લા સહકારી સંઘ ઉપપ્રમુખ પથુભા ચૌહાણ, જામનગર કો.કો. બેંક ડાયરેક્ટર મગનભાઈ શિયાણી, કાલાવડ હીરપરા કન્યા છાત્રાલયના મંત્રી જમનભાઈ તારપરા તથા ટ્રસ્ટી વેલજીભાઈ સભાયા સહિત જામનગર અને કાલાવડના હોદ્દેદારો તથા અગ્રણીઓ તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.