Monday, December 23, 2024
Homeરાજ્યકલ્યાણપુરની પરિણિતાને ધરાર સંબંધ રાખવા દબાણ કરી ધમકી

કલ્યાણપુરની પરિણિતાને ધરાર સંબંધ રાખવા દબાણ કરી ધમકી

સોશિયલ મીડિયા મારફતે પરેશાન કરતા શખ્સ સામે ગુનો

- Advertisement -

કલ્યાણપુર પંથકની એક પરિણીત યુવતીને અવારનવાર પરેશાન કરી, સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવા સબબ ધતુરિયા ગામના એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી એક પરણિત યુવતીને બદનામ કરવા તથા તેણીના પતિ સાથે છૂટાછેડા લેવડાવી લેવાના ઈરાદાથી કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામનો ભરત કનુભાઈ ભોચીયા નામનો શખ્સ અવાર-નવાર આ યુવતીને પ્રેમ સબંધ કેળવવા તેમજ શારીરિક સંબંધ હોવા અંગે મોબાઈલ ફોન મારફતે કોલીંગ ઉપરાંત વોટ્સએપ મેસેજ સહિતના સોશિયલ મીડિયા મારફતે માધ્યમથી પરેશાન કરતો હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

આટલું જ નહીં, આ યુવતીના ધ્યાન બહાર તેણીના વિડીયો કોલના અશ્લીલ સ્ક્રીન શોટ લઈને ઉપરોક્ત શખ્સે પોતાના મોબાઈલ ફોનના સ્ટેટસમાં રાખીને આવા ફોટા વાયરલ કરવા તેમજ મેસેજ મારફતે પરિણીતાને જો તેણી પોતાના પતિથી છૂટાછેડા નહીં લે તો તેણીનું અપહરણ કરીને લઈ જવા તેમજ તેણીના માતા-પિતાને હેરાન પરેશાન કરવાની ધમકી આપી, આરોપી શખ્સે જો આ યુવતી પોતાની સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ભોગ બનનાર પરિણીત યુવતીની ફરિયાદ પરથી ધતુરીયા ગામના ભરત કનુભાઈ ભોચીયા સામે આઈ.પી.સી. કલમ 354, 292, 500, 506 (2) તેમજ આઇ.ટી. એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.બી. યાજ્ઞિક દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular