જામજોધપુરના બાલવા ફાટક પાસેથી 1000ની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો. લાલપુરના મીઠોઇ ગામેથી 400ની કિંમતના 200 લીટર દેશી દારૂ બનાવવાના કાચા આથા સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. લાલપુરના પીપળી તાલુકામાં રહેણાંક મકાનના ફળિયામાંથી 100 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો મળી આવતા પોલીસે એક શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી તેની શોખધોળ હાથ ધરી હતી.કાલાવડના પીઠડીયા-ર ગામેથી રહેણાંક મકાનમાંથી 40 લીટર દેશી દારૂ બનાવવાના કાચા આથા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુરના બાલવા ફાટક પાસેથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન સતિષ કપીલભાઇ રાજદેવ નામના શખ્સને 1000ની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજો દરોડો લાલપુર તાલુકાના મીઠોઇ ગામે ગઢવી પાડામાં લગધીર માણસીભાઇ કારિયાના રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 400ની કિંમતનો 200 લીટર દેશી દારૂ બનાવવાનો કાચા આથા સાથે ઝડપી લીધો હતો.
ત્રીજો દરોડો લાલપુરના પીપળી ગામેથી સ્થાનિક પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ દરમ્યાન 200ની કિંમતનો 100 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવતા આરોપી પુના ખીમસુર ગુજર્યા વિરૂધ્ધ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ચોથો દરોડો કાલાવડના પીઠડીયા-ર ગામે એક મહિલાના રહેણાંક ઝુંપડામાંથી 40 લીટર દેશી દારૂ બનાવવાના કાચો આથો મળી આવતા મહિલા વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.