જામજોધપુરના બલવા ફાટક પાસેથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન એક શખ્સને એક હજારની કિંમતની બે નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ, જામજોધપુરમાં બલવા ફાટક પાસેથી પોલીસે તેજસ હસમુખભાઈ જુલાસણા નામના યુવાનને એક હજારની કિંમતની બે નંગ દારૂની બોટલ તથા ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.