- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. પરંતુ મીઠાપુર પંથકમાં એક યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું આજરોજ જાહેર થયું છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં રહેતા 24 વર્ષીય એક યુવાનને કોરોનાના લક્ષણો જણાતા ગઈકાલે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાન કોરોનાગ્રસ્ત હોવાનું જાહેર થતાં તેને સારવાર અર્થે મીઠાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટના અનુસંધાને જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા જરૂરી કામગીરી કરી, આ યુવાનના કોન્ટેક્ટ ટ્રેસિંગ મેળવીને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -