Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરપંચકોશી બી ડીવીઝન દ્વારા દેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા

પંચકોશી બી ડીવીઝન દ્વારા દેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા

મસીતિયા રોડ ખાતેથી 565 લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝબ્બે : દરેડ ગામે અલ્ટો કારમાંથી 425 લીટર દેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા : દેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર એક શખ્સની શોધખોળ

- Advertisement -

મસીતિયા રોડ દરેડ ગામ ખાતેથી પંચકોશી બી ડીવીઝન પોલીસ દ્વારા રૂા.11,300 ની કિંમતનો 565 લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. દરેડમાંથી પંચકોશી બી ડીવીઝન દ્વારા 425 લીટર દેશી દારૂ તથા અલ્ટો કાર મળી કુલ રૂા.1,09,500 ની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો મસીતિયા રોડ દરેડ ગામ અફઝલ માર્કેટના ગલ્લીના છેડે તિરંગા ખોલીની સામે એક શખ્સ દેશી દારૂનો વેચાણ કરતો હોવાની પંચકોશી બી ડીવીઝનના પો.કો. જયદીપસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા તથા રમેશભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા શામળા કમાભાઈ માતકા નામના શખ્સ પાસેથી બાચકામાં ગેરકાયદેસર રીતે રૂા.11,300 ની કિંમતનો 565 લીટર દેશી દારૂ તથા 170 ની કિંમતના દેશી દારૂ ભરવાના સાધનો મળી કુલ રૂા.11,470 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને દેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર રાયધન ઉર્ફે રાઘલો જાલુ ગુજરીયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી. આ કામગીરી પંચકોશી બી ડીવીઝનના પીએસઆઈ જે.ડી.પરમાર, પીએસઆઇ ડી.સી. ગોહિલ, હેકો રણજીતસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ખીમાભાઇ જોગલ, રમેશભાઇ મકવાણા, ભગીરથસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

બીજો દરોડો, દરેડમાં અલ્ટો કારમાં દેશી દારૂ હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડીવીઝનના હેકો નિર્મલસિંહ જાડેજા તથા પો.કો. જયદેવસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે પાલરવ ભીખાભાઈ હાજાણી તથા દેદલાભાઇ જીવણભાઇ ગુજરિયા નામના શખ્સોને અલ્ટો કારમાં રૂા.8500 ની કિંમતનો 425 લીટર દેશી દારૂ તથા એક લાખની કિંમતની અલ્ટો કાર અને એક હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.1,09,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી પીએસઆઈ જે.ડી.પરમાર, હેકો નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular