પોલેન્ડમાં ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આ અંતર્ગત 31મેના રોજ પોલેન્ડ સ્થિત ભારતીય રાજદુત નગમા મલિક અને ત્યાના મેયર રોકલોએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે જામનગર અને કોલ્હાપુરના મહારાજાઓના નામ પરથી ‘Dobry Maharaja’ ટ્રામનું ઉદ્ધાટન કર્યું હતું. આ બંન્ને મહારાજાઓએ બીજા વિશ્ર્વ યુધ્ધ દરમ્યાન પોલેન્ડના 6000થી વધુ બાળકોને પોતાના રાજયમાં આશ્રય આપ્યો હતો. પોલેન્ડે આ રીતે બંન્ને રાજવીઓને સન્માન પ્રદાન કર્યું હતું.