Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના જુદા-જુદા વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન

જામનગરના જુદા-જુદા વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન

એચ.જે. લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા અંકેલેશ્ર્વર મહાદેવ મંદિર, 66 કેવી પાવર હાઉસની બાજુમાં, ધરારનગર-2 તથા ઝુલેલાલ મંદિર, નાનકપુરી મેઇન રોડ, જામનગર ખાતે આંખના કેમ્પ થશે

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં 30 નેત્રયજ્ઞનું આયોજન હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

- Advertisement -

આ શ્રૃંખલાના વધુ બે નેત્રયજ્ઞ આગામી તા. 4 જૂનના સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન અંકલેશ્ર્વર મહાદેવ મંદિર, 66-કેવી પાવર હાઉસની બાજુમાં, ધરારનગર-2, શરુસેકશન રોડ, જામનગર ખાતે તેમજ તા. 5ના સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન ઝુલેલાલ મંદિર, નાનકપુરી મેઇન રોડ, પવનચક્કી પાસે આયોજન કરવામાં આવ્યા છે.

આ આંખના કેમ્પમાં નંબર કાઢી આપી જરુરીયાત જણાય તે તમામ નાગરિકોને નંબરવાળા ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ બન્ને નેત્રયજ્ઞમાં લાભ લેવા બન્ને વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારના નાગરિકોને આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઇ લાલે અનુરોધ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular