જામનગરમાં વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બનેલ નાગેશ્ર્વર સ્થિત શનિ મંદિર ખાતે આજરોજ શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરુપે શનિ શાંતિ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. તેમજ અન્નકોટ દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ફરાર, છાસ તથા સરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે વ્હેલી સવારથી ભાવિકો શનિ જયંતિ નિમિત્તે શનિદેવના દર્શનાર્થે ઉમટયા હતાં.